પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પ્રધાનમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને 18 માર્ચે ચીનની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો.
ઇમરાન ખાન હાલ પોતાના ઘર પર છે અને ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસથી ડરેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. 67 વર્ષીય ખાને દેશમાં જારી રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિનનો ડોઝ લીધો છે. આ પહેલા તેમણે દેશના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ લૉકડાઉનની જાહેરાત કરી હતી.