પાકિસ્તાન સતત દુનિયાને ભ્રમમાં મુકવાના પ્રયાસમાં લાગેલું છે. મંગળવારે પણ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન પાકિસ્તાને એક નવા જૂઠને પ્રસારિત કરવાનો પ્રયાસ કર્યો. બેઠકમાં પાકિસ્તાને એક કાલ્પનિક નકશો રજૂ કર્યો, ત્યારબાદ ભારતીય પક્ષના એનએસએ અજીત ડોભાલે બેઠક છોડી દીધી હતી.
આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઇરાદાપૂર્વક એક કાલ્પનિક નકશો રજૂ કર્યો હતો. આ નક્શાને પાકિસ્તાન સતત પ્રચારિત-પ્રસારિત કરી રહ્યું છે. પાકિસ્તાનની આ હરકત બાદ ભારતે વિરોધ વ્યક્ત કરતા બેઠક છોડી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ બેઠકની અધ્યક્ષતા રૂસ કરી રહ્યું હતું.