પાકિસ્તાનમાં 23 માર્ચે નેશનલ ડે મનાવવામાં આવે છે અને તેના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ઈમરાન ખાને દાવો કર્યો કે, પાકિસ્તાનના નેશનલ ડે પર મોદીનો મેસેજ મળ્યો, તેમણે લખ્યું છે કે, હું પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની શુભકામના પાઠવું છુ. ઉપમહાદ્વિપમાં લોકો આતંક અને હિંસા મુક્ત વાતાવરણમાં ક્ષેત્રીય શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.
જણાવી દઈએ કે, ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં કોઈ પણ અધિકારીક પ્રતિનિધિને નહી મોકલવાનો નિર્ણય લીધો છે. ભારત 23 માર્ચે આયોજીત થવા જઈ રહેલા પાકિસ્તાન નેશનલ ડેનો બહિષ્કાર કરી રહ્યું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે, જેના વિરોધમાં ભારતે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.