પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનથી દરેક પ્રકારના સંબંધ તોડવાની માંગણીની વચ્ચે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદનું નિવેદન આવ્યું છે. સરફરાજે એક પાકિસ્તાની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ નક્કી કાર્યક્રમ પ્રમાણે યોજાવી જોઇએ કારણ કે લાખો લોકો આ મેચને જોવા માંગે છે. વધુમાં સરફરાજે કહ્યું હતું કે, પાકિસ્તાન કયારેય રમતને રાજકારણ સાથે જોડતું નથી. મારું માનવું છે કે રાજકારણના હિતો માટે ક્રિકેટને નિશાન બનાવવી જોઇએ નહીં.