પાકિસ્તાનના ઉત્તરી શહેર સિયાલકોટના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જાણવા મળ્યા મુજબ સિયાલકોટના મિલિટ્રી બેઝ ખાતે તબક્કાવાર વિસ્ફોટો થયા છે. વિસ્ફોટો બાદ ચારે બાજુ આગની લપેટો જોવા મળી હતી. વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, પંજાબ પ્રાંતમાં છાવણી ક્ષેત્ર સુધી તેનો અવાજ સંભળાયો હતો. સિયાલકોટ મિલિટ્રી બેઝ ખાતે અનેક વિસ્ફોટો થયા હતા. એક અહેવાલ પ્રમાણે સૈન્ય મથક ખાતે ગોળા-બારૂદ સ્ટોર કરવામાં આવી રહ્યા હતા. ધમાકા બાદ ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ વિસ્ફોટો થવાનું કારણ શું છે.