બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે તેણે ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે અને 10 સૈનિકોને ઠાર કર્યા છે. BLA અનુસાર, આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. હાલમાં, પાકિસ્તાની સેના દ્વારા આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા ઘણા સમયથી બલૂચિસ્તાનની આઝાદીની માંગને લઈને સશસ્ત્ર સંઘર્ષ કરી રહી છે.