પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સંયુકત રાષ્ટ્રમાં આપેલા ભડકાઉ ભાષણ પર ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રથમ સેક્રેટરી વિદિશા મૈત્રાએ કહ્યુ કે, ઇમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલું હતું. તેઓ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ તેમણે આકરા શબ્દોમાં કહ્યું, "સંયુક્ત રાષ્ટ્રે અલકાયદાના જે આતંકીઓની યાદી જાહેર કરી છે તેમને પાકિસ્તાન પેન્શન આપે છે."