સોમવારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જાહેરાત કરી કે તેઓ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રિત પાઠવશે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમ 9 નવેમ્બરે થશે. પાકિસ્તાનના આમંત્રણ પર કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, "અત્યાર સુધી કોઈ નિમંત્રણ મળ્યું નથી...મનમોહન સિંહ પાકિસ્તાનના નિમંત્રણનો સ્વિકાર કરશે નહીં, દેશહિત સર્વોપરી છે."