પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની સંઘીય કેબિનેટની એક ઉપસમિતિએ બુધવારે ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ અલ કાદિર ટ્રસ્ટ કેસમાં એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવાની ભલામણ કરી હતી. આ કેસમાં આરોપ છે કે ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ 50 અબજ રૂપિયાને વ્હાઈટ કરવા માટે બહેરિયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને ઘણી જમીન મેળવી હતી.