નવાઝ શરીફ માનસેરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે. માનસેરાને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનો ગઢ માનવામાં આવે છે. આમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે માનશેરા સિવાય નવાઝ શરીફે લાહોરથી પોતાનો દાવો રજૂ કર્યો છે.