પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના બે દિવસ પછી પણ સંપૂર્ણ પરિણામો સામે આવ્યા નથી. ત્યાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. પરિણામાં સૌથી વધુ ઈમરાન ખાન (Imran Khan)ની પાર્ટી સમર્થિત ઉમેદારોએ સૌથી વધુ બેઠકો મળી છે, ત્યારબાદ ત્રણ વખત પૂર્વ પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફ (Nawaz Sharif) અને બિલાવર ભુટ્ટો (Bilawal Bhutto)ની પાર્ટીનો નંબર આવે છે. ઈમરાન સમર્થક અપક્ષ ઉમેદવારો 92 બેઠકો સાથે આગળ છે. નવાઝની પાર્ટી 75 બેઠકો સાથે બીજા નંબર પર છે. બિલાવર ભુટ્ટોની પાર્ટી 54 બેઠકો પર આગળ છે. જોકે આ દરમિયાન બિલાવલ ભુટ્ટોની પાર્ટીએ નવાઝની પાર્ટીને જોરદાર આંચકો આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.