ભારત અને પાકિસ્તાન સાથે મળીને એક એવા પ્રસ્તાવ પર કામ કરી રહ્યા છે, જે અંતર્ગત ભારતનાં 20 ડૉક્ટરોની ટીમ પાકિસ્તાન જશે. આ ટીમ પાકિસ્તાનની જેલમાં બંધક ભારતીય બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને માનસિક રીતે બીમાર લોકોની સારવાર કરશે. પરંતુ સૂત્રો અનુસાર પાકિસ્તાન આટલી મોટી સંખ્યામાં ડૉક્ટરો અને વિશેષજ્ઞોને વીઝા આપવા માટે તૈયાર નથી.