પહલગામ હુમલા બાદ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાની મીડિયાએ ભારત સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જેના કારણે સમગ્ર વિસ્તારમાં વૉટર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સ્થિતિ માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું છે. દુનિયા ન્યૂઝના અહેવાલ મુજબ, ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના ઝેલમ નદીનું પાણી છોડી દીધું હોવાનો દાવો કરાયો છે, જેના કારણે પૂરની આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.