પાકિસ્તાનમાં એક શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ ભારતીય ગીત પર ડાન્સ કરીને તિરંગો લહેરાવતા પાકિસ્તાન સરકારે આ શાળાની માન્યતા રદ કરી છે. બુધવારે શાળાના માલિકને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, સિંધ ખાતેની ખાનગી સંસ્થાઓના નીરિક્ષક અને નોંધણી નિયામક (DIRPIS)ની ઓફિસમાં હાજર રહેવું.
ગત સપ્તાહે પાકિસ્તાનની એક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ ઘટના પ્રકાશમાં આવી હતી અને લોકોએ તેની ભારે ટીકા પણ કરી હતી.
આ કાર્યક્રમ દ્વારા શાળાએ દેશની ગરિમાને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમજ સુત્રોની જાણકારી મુજબ, ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાના આરોપસર મમા બેબી કેર કેંબ્રિજ સ્કુલની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત DIRPISએ શાળાના કાર્યક્રમની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના પણ કરી છે.