ભારતમાં શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ ‘રાઝી’થી પાકિસ્તાન નારાજ છે. આ ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકી દેવાયો છે. પાકિસ્તાન સેંસર બોર્ડનુ માનવુ છે કે આ ભારતીય ફિલ્મમાં વિવાદિત કન્ટેન્ટ છે અને જેમાં પાકિસ્તાનની ખરાબ છબિ દર્શાવવામાં આવી છે. ફિલ્મ રાઝી ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.