આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરે તેવી પ્રબળ શક્યતાને જોતા ખુદ પાકિસ્તાન પણ હવે તેમાંથી બચવાના જાણે કીમિયા શોધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તે જ કારણથી ઈમરાન ખાન સરકારે ગુરુવારે આતંકી હાફિઝ સઈદના ચાર ખાસ માણસોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે પેરિસમાં FATFની બેઠક 12 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર દરમિયાન યોજાશે.