પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આકરા વલણથી પાકિસ્તાન ભયભીત બન્યું છે. પાકિસ્તાને આગામી 24થી 36 કલાકમાં ભારત દ્વારા હુમલો થવાની આગાહી કરી સીઝફાયર શરૂ કર્યા છે. છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈકાલે તેણે પાકિસ્તાનના ચેકપોઈન્ટ્સ પરથી ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતે પાકિસ્તાનને તેનો મજબૂત જવાબ આપ્યો હતો.