૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય તે પૂર્વે હુમલા માટે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય થઇ ગયા છે. આવો જ એક હુમલો સૈન્ય અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને ત્રણ આતંકી ઝડપાયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
એવા અહેવાલો છે કે અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાના ઇરાદાથી આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં હતા. જમ્મુ પોલીસે તાલાબ ખટિકા વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલા ત્રણ આતંકીઓને ઝડપી પાડયા હતા. આ દરમિયાન આતંકીઓની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, બોમ્બ સહિતની સામગ્રી મળી આવી હતી.