આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યુ કે, દેશની સેના ન માત્ર પૂર્વી લદ્દાખમાં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતું. સરહદ પર તણાવ હતો અને કોરોના સંક્રમણનો પણ ખતરો હતો. પરંતુ સેનાએ તેનો સફળતાથી સામનો કર્યો છે.
સેના પ્રમુખ એમએમ નરવણેએ કહ્યુ કે, પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાને દૂર ન કરી શકાય. તેમણે કહ્યું કે, અમે ઉત્તરી સરહદ પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારીઓ કરી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ.