સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જમ્મુ યુનિવર્સિટીમાં સુરક્ષા સંમેલનમાં સંબોધન કરતી વખતે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પાસેથી પીઓકે લઈ લેશે. પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાન ગેરકાયદે કબજો જમાવી શકે તેમ નથી. ત્યાંના લોકો પણ ભારત સાથે જોડાઈ જવા બેતાબ છે. પાકિસ્તાન કાશ્મીરમાં દખલ કરવાને બદલે પોતાનું ઘર સંભાળે. જો આતંકવાદી ગતિવિધિ વધશે તો ભારતીય સૈન્ય સરહદ પાર જઈને પણ જવાબ આપશે. ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેને દુનિયાભરના દેશોનું સમર્થન મળી રહ્યંો છે.