બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીની જંતર મંતર પર પહેલવાનોના ધરણા ચાલી રહ્યા છે. પહેલવાનો જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઘરણા ખતમ કરવાના મુડમાં નથી. આ દરમિયાન પહેલવાનોએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી પીએમ મોદીને ન્યાયની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગાટે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા મનની વાત પણ સાંભળવી જોઈએ.