ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેખાવો કરી રહેલા પહેલવાનો મંગળવારે સાંજે તેમના મેડલ્સ ગંગા નદીમાં પધરાવી દેવા હરિદ્વાર પહોંચ્યા હતા. પરંતુ ખેડૂત નેતાઓએ તેમને અટકાવ્યા હતા. અંતે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતની વાત માનતા તેમણે મેડલ્સ તેમને સોંપી દીધા હતા. સાથે જ પહેલવાનોએ હવે સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજીબાજુ દુનિયામાં પહેલવાનોની સર્વોચ્ચ સંસ્થા યુડબલ્યુડબલ્યુએ ભારતીય કુશ્તી સંઘ પર પ્રતિબંધની ચેતવણી આપી છે.