22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત કાર્યક્રમ' માં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી.
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે...
પહલગામ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, 'આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં પીડા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. ભલે તે ગમે તે રાજ્યનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય, દરેક ભારતીય આ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનું દુઃખ અનુભવી રહ્યો છે. આતંકવાદી હુમલાની તસવીરો જોઈને મને લાગે છે કે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે.'