પહલગામ નજીક બાયરસનમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનુ બુકિંગ કેન્સલ થયુ છે. ટુરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં પણ 50 ટકા બુકિંગ કેન્સલ થયા છે. કેટલાંય ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યુ છે. આ કારણોસર ગુજરાતી ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે.