ભારત તેના 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેરાત કર્યા છે. આ વખતે એક પદ્મ વિભૂષણ અને 25 પદ્મશ્રીના નામ જાહેર કરાયા છે. આ વખતે એક માત્ર પદ્મ વિભૂષણ ડૉ. દિલીપ મહાલનાબીસને અપાયો છે.