વૃક્ષ માતા તરીકે જાણીતા અને ભારતના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગૌડાનું સોમવારે નિધન થઈ ગયું. તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સામે આદિવાસી પોશાકમાં ઉઘાડાપગે જઈને જ પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો હતો. તુલસી ગૌડા હલક્કી સમુદાયના હતા. તે 86 વર્ષના હતા અને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતા.