પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે આજે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. જેમાં ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરાશે.