સલમાન ખાન અને શાહરૃખ ખાન મિત્રો બન્યા છે ત્યારથી ખુશખુશાલ જોવા મળે છે. ફક્ત પાર્ટીમાં જ નહીં પરંતુ બન્ને એકબીજાના ઘરે અવારનવાર જોવા મળે છે. બન્ને અભિનેતાઓ એકબીજાની ફિલ્મ અને અભિનયના વખાણ કરતા થાકતા નથી.બોલીવૂડના માંધાતાઓ તો અભિનેતાઓની આ દોસ્તીનો ફાયદો ઉઠાવવા ઉતાવળા થયા છે.
સલમાન-શાહરૃખ જેવા ટોચના અભિનેતાને એક સાથે ફિલ્મમાં દર્શાવવા એ ખાવાના ખેલ નથી. પહેલાં તો તેમને સાથ ેકામ કરવા માટે રાજી કરવા અને બન્ને કલાકારની ધરખમ ફી થી જ ફિલ્મનું બજેટ વધી જવાની શક્યતા છે. પરંતુ કરણ જોહર આ બીડુ ઉપાડવા રાજી થયો છે.