ચૂંટણીના પરિણામ બાદ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં હિંસાનો દોર જારી છે. અનેક શહેરોમાં હિંસક ઘટનાઓ નોંધાઈ છે. બન્ને રાજ્યોમાં ૧૫૦થી વધારો લોકો ઘાયલ થયાં છે. પશ્ચિમ બંગાળમાં બેરકપુર જિલ્લામાં અનેક શહેરોમાં હિંસાની ઘટનાઓ બની છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ભાજપના એક-એક કાર્યકરની હત્યા કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શુક્રવારે રાતે ચકદાહ વિસ્તારમાં ૨૫ વર્ષના સંતુ ઘોષ નામના ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ સંતુ ઘોષ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયો હતો. આ હત્યા મુખ્ય મંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે કરાવી હોવાનો આરોપ ભાજપે લગાવ્યો છે.