કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ટેગ કરીને ટ્વીટ કરતા લખ્યું કે, તેમની સરકાર કોરોના સંકટ સામેના આ બચવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે બેરોજગાર થઇ ગયેલા ભૂખ્યા તરસ્યા ગરીબોની સુરક્ષામાં સંપૂર્ણપણે નિષ્ફ્ળ ગઈ છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને સરકાર ઉપર પ્રહારો કરતા ચિંદમ્બરમે જણાવ્યુ હતું કે, વધુ ને વધુ લોકો પાસે પૈસા પુરા થઇ ગયા હોવાથી રાંધેલું ખાવાનું મેળવવાની કતારો લાંબી થતી જાય છે જે સંજોગોમાં સરકારે તાત્કાલિક ધોરણે પૈસા અને મફત અનાજ ગરીબો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જરૂર છે. જો આ પગલું નહીં ભરાય તો આ સરકાર નિર્દય સરકાર ગણાશે.