Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ છે. ટિકિટોની વહેંચણી થઇ રહી છે. ટિકિટ માટે શું શું નથી કરવું પડતું એ તો એમને જ પૂછવું પડે કે જેઓ ખરેખર ટિકિટ માટે બધુ જ કરી છૂટે છે. કોઇ ગોડ ફાધરની સેવાઓ કરવી પડે. તેમની વર્ધીઓ ભરવી પડે. તેમના કામો કરવા પડે. પડ્યો બોલ ઝીલવો પડે અને આટલી મહેનત કર્યા બાદ ટિકિટનું પાકું થાય....સવાલ એ ચર્ચાઇ રહ્યો છે કે આઇપીએસ પોલીસ અધિકારી પીસી બરંડાએ સત્તાપક્ષ ભાજપની ટિકિટ મેળવવા શું શું કર્યું અને શું શું નથી કર્યું.....ચૂંટણીઓમાં ખાદીધારીઓની જમાતમાં ખાખીવાળાઓ પ્રવેશતા હોય એ કાંઇ નવું નથી. ગુજરાતમાં 25 વર્ષનો ઇતિહાસ જોઇએ તો સાબરમતી જેલ કાંડના આરોપી અને પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઇ ભરવાડે 1998ની વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીત્યા. તે અગાઉ 1995માં વડોદરાના આઇપીએસ જશપાલસિંગ ભાજપમાં મંત્રી બન્યા હતા.તેઓ તો વડોદરાના પોલીસ કમિશ્નર હતા. ખાખીવાળાઓની સાથે સનદી અધિકારીઓ-આઇએએસ-ને પણ ખાદીનો ચસ્કો લાગે છે. જેમ કે ભાજપના ધારાસભ્ય આર.એમ. પટેલ...

    ખાખીવાળા કે સનદીવાળા રાજકારણમાં આવ્યાં બાદ કે ધારાસભ્ય...મંત્રી બન્યા બાદ તેમની બુધ્ધિમત્તાનો ક્યાં કેટલો ઉપયોગ થાય છે? પ્રજા કલ્યાણ માટે તેમના સુચનોનો કેટલો અમલ થાય છે? બરંડા એક પ્રતિક છે. પોલીસ ખાતાની કડક નોકરી કરતાં કરતાં તેમને વિધાનસભામાં બેસવાનું મન થયું. મન થાય. કેમ કે તેમણે પણ મન કી બાત સાંભળી જ હશે ને.... દેશ આખું સાંભળે તો છોટાઉદેપુરના કોઇ અંતરિયાળ વિસ્તારમાં તેમના કાને બેચાર શબ્દો પડ્યા હશે અને ભાજપની ટિકીટનો સુ-વિચાર આવ્યો. ટિકિટ પાકી થઇ એટલે સરકારી નોકરીમાંથી ફટાફટ રાજીનામું ફટાફટ મંજૂર. કોઇ આઇપીએસનું રાજીનામું આટલી ઝડપે ક્યારે પાસ થાય? ભકિત. દેશ ભકિત પછી પક્ષ ભકિત. તો જ ટિકિટ મળે ને મારા ભાઇ...તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાનું નક્કી કર્યા બાદ પોતાની ફરજનિષ્ઠામાં ભાજપ પ્રત્યે પ્રેમ બતાવ્યો હશે...શાસક પક્ષના નેતાઓના કહેવા પ્રમાણે અશક્ય લાગતી પોલીસની કામગીરી શક્ય કરી હશે.. ભાજપના ( આ તો એક દાખલો છે) વિરોધીઓને પોલીસની ભાષામાં કહીએ તો સીધા કર્યા હશે અને તે વખતે ફરજમાં ભેદભાવ રાખ્યો હશે...ક્યાંક કાયદાને બહાર મૂકીને કોઇ ગોડ ફાધરનનું નાનું મોટુ કામ કર્યું હશે. આ નાના-મોટા કામો કેવા એ તો બરંડાસાહેબ જ જાણે. મતદારોને તો એ જાણવું છે કે આઇપીએસ અધિકારી તરીકે તમે ભાજપની તરફદારી કરીને કોઇની સાથે અન્યાય તો કર્યો નથી ને? ભાજપના કહેવાથી કોઇને લોકઅપમાંથી છોડ્યા તો નથી ને? ખાખી વર્દીની આન-બાન અને શાન બરાબર જાળવી રાખી છે ને? આવા સવાલો મતદારો તમને ચૂંટણી જંગના મેદાનમાં પૂછે તો ભૂલી જજો કે તમે આઇપીએસ પોલીસ અધિકારી છો. કેમ કે આદત સે મજબૂર તમે તેમને બે ઠોકી દેવા હાથ ઉગામવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો જ. કારણ કે કોઇ પોલીસ અધિકારીને સવાલો ગમતા હોતા નથી..

    વાત બરંડાની એટલા માટે કે તેઓ ભાજપની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલાં ફટાફટ ખાખીને વિદાય આપીને સંભવિત હરિફ કોંગ્રેસના અનિલ જોષીયારાને જે જવાબ આપ્યા તેમાંથી ફલિત થાય છે કે તેમની તૈયારીઓ પહેલાંથી ચાલતી હશે. ચૂંટણીઓ લડવાનો તમામ નાગરિકને અધિકાર છે. બરંડાજીનો પણ અધિકાર છે. સવાલ મતદારોના મનમાં એ છે કે જે ખાખીવાળા કે સનદીવાળી પાર્ટીની કંઠી પહેરે તે અગાઉ તેમણે ફરજનિષ્ઠામાં ક્યાં અને કેટલી છૂટ લઇને કોઇને રાજી કરવા પોતાની નૈતિક્તાનું કેટલું શોષણ કર્યું હશે...કોંગ્રેસમાંથી પણ કોઇ ખાખીવાળા ચૂંટણી લડે તો તેમના માટે પણ મતદારોના આ સવાલો બેશક ચોક્કસ લાગૂ પડે જ. પણ જવાબ આપવા નહીં આપવા તે તેમની મરજી. ખાખીમાંથી કેસરિયો ખેસ પહેરવા બદલ બરંડાને ચાલો જીતના અભિનંદન અત્યારથી જ આપીએ. કેમ કે જો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ જેઠાભાઇ ભરવાડ સમાજવાદી પાર્ટીના આખા ગુજરાતમાં એક માત્ર ઉમેદવાર તરીકે એકલા હાથે 1998માં જીત્યા હોય તો બરંડા તો એસપી પદે રહી ચૂક્યા છે અને કેસરિયો રંગ તેમની સાથે હોય ત્યારે 18મી ડિસે.ના રોજ તેમનું વિજય સરઘસ પાક્કુ હોં....

    બિચ્ચારા વણઝારા એન્ડ કંપની, કેટલી સેવા કરી, કેટલો જેલવાસ વેઠ્યો, કેટલા બદનામ થયાં છતાં એક ટિકિટ માટે કહી કહીને થાક્યા. ના થયું અને ફાવી ગયા પીસીબી....ખાખી-ખાખીમાં ફરક છે તે આના પરથી પૂરવાર તો થતું નથી ને.....?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ