મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું. સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા 1150 મે. ટનથી વધારી 1800 મે. ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઘડાયેલા એકશન પ્લાનમાં આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના કાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી રાજ્યની સૌ પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બનવાનું ગૌરવ હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. રૂ. 60 લાખના ખર્ચે માત્ર 15 દિવસમાં આ ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર થયો છે. 13 કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે 40 સિલીન્ડર ભરી શકાય છે.