દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંરે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર કોરોનાની વેક્સીનનું ટ્રાયલ ભારતમાં શરૂ થશે. લાયસન્ય મળ્યા બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બ્રિટનમાં વૈજ્ઞાનિકોની સાથે ભાગીદારી કરનારી ભારતીય કંપનીએ આ જાણકારી આપી છે.
લૈંસેટ મેડિકલ જનરલમાં પ્રકાશિત ટ્રાયલના પરિણામો મુજબ, ક્લીનિકલ ટ્રાયલના પહેલા તબક્કામાં AZD1222 વેક્સીનના પરિણામ હકારાત્મક રહ્યા છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આનાથી કોઈ ગંભીર આડઅસર થતી નથી. જો કે કેટલાક સાઈડ ઈફેક્ટસ છે જેમને પૈરાસેટામોલ દ્વારા દૂર કરી શકાય છે.
દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદર પૂનાવાલે જણાવ્યું કે, ટ્રાયલના ખૂબ જ હકારાત્મક પરિણામ મળ્યા છે અને તેનાથી અમે ખુશ છીએ. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જ ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોની સાથે કરાર કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, અમે ટ્રાયલ માટે લાયસન્ય હાંસેલ કરવા માટે એક અઠવાડિયાની અંદર ભારતીય સરકારને અરજી કરીશું. મંજૂરી મળતાની સાથે અમે ભારતમાં વેક્સીનનું ટ્રાયલ કરી દઈશું. આ સાથે જ અમે વહેલી તકે ભારતમાં મોટા પાયે વેક્સીનનું નિર્માણ પણ શરૂ કરીશું.