આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓક્સફાર્મના મતે દુનિયાની અડધી વસ્તી પાસે જેટલી સંપત્તિ છે એટલી સંપત્તિ દુનિયાના આઠ જણ ધરાવે છે. આ સંપત્તિધારકોમાં અમેરિકાના છ, સ્પેન અને મેક્સિકોના એક-એક ઉદ્યોગપતિ છે. યાદીમાં બિલ ગેટ્સ, ઝુકરબર્ગ અને એમેઝોનના સ્થાપક જેફ બેજોજનો સમાવેશ થાય છે. ઓક્સફાર્મના મતે સંપત્તિની આ અસમાન વહેંચણી સમાજના વિભાજનનો ખતરો ઉભો કરે છે.