ત્રણ તલાક પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, આ બિલ મુસ્લીમ મહિલાઓના પક્ષમાં નથી. આ કાયદો મુસ્લીમ મહિલાઓ પર ગુનો કરશે. ઈસ્લામમાં 9 પ્રકારના તલાક હોય છે. આ કાયદા અનુસાર, જો પતિની ધરપકડ કરશો તો, પીડિત મહિલાને મેન્ટેનન્સ કોણ આપશે. પતિ જેલમાં બેસી મેન્ટેનન્સ કેવી રીતે આપશે?
ઔવેસીએ કહ્યું કે, આ બિલમાં ત્રણ તલાકને અપરાધ બનાવી દેવામાં આવ્યો છે. કોર્ટે સમલૈંગિકતાને બિન અપરાધિક બનાવી દીધો છે, એવામાં તમે ત્રણ તલાકને અપરાધ બનાવી હિન્દુસ્તાન બનાવવા જઈ રહ્યા છો. તેમણે કહ્યું કે, ત્રણ તલાક જો ભૂલથી કહેવામાં આવે તો લગ્ન તૂટતા નથી અને આજ સુપ્રીમ કોર્ટ પણ કહી રહ્યું છે. આ કાયદા દ્વારા સરકાર મુસ્લીમ મહિલાઓ પર ગુનો કરી રહી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પતિની ધરપકડ બાદ શું કોઈ પતિ પત્નીને વળતર આપી શકશે. જો પતિ જેલભેગો થઈ જાય તો, શું મહિલા ત્રણ વર્ષ સુધી તેની રાહ જોતી રહેશે. તે મહિલાને લગ્નગ્રંથીમાંથી નીકળવાનો હક મળવો જોઈએ.
તેઓ વધુમાં કહ્યું હતું કે જામીન આપવાનો હક માત્ર કોર્ટને છે. પરંતુ, હત્યામાં પણ પીડિતને સાંભળવામાં નથી આવતો. ત્રણ તલાક બિલ લાવીને સરકાર લગ્ન ખત્મ કરી રહી છે અને મહિલાઓને રસ્તા પર લાવી રહી છે. મુસ્લીમોને સંસ્કૃતિથી દૂર કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.
ઔવેસીએ કહ્યું કે, ઈસ્લામમાં લગ્ન જન્મ-જન્મનો સાથ નથી હોતો. માત્ર એક કોન્ટ્રાક્ટ છે. એક જિંદગી માટે. અમે તેમાં ખુશ છીએ. તેની તકલીફ બધાને ખબર છે. ત્યારે સદનમાં બેઠેલા બધા લોકો હંસી પડ્યા.