AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા નિવાસ પર હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. ઓવૈસીના ઘરના દરવાજા પર લગાવેલા બે કાંચ તૂટેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે જ સોમવારે આ માહિતી આપી હતી.
કોઈ પથ્થર કે ઘાતક વસ્તુ ન મળી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કાંચના ટુકડાં આજુબાજુ વિખેરાયેલાં મળ્યા હતા પરંતુ ત્યાં કોઈ પથ્થર કે કોઈ અન્ય ઘાતક વસ્તુ મળી આવી નહોતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.