ભારતનું મુખ્ય ડિજિટલ પેમેન્ટસ પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર ઓકટોબરમાં સાત અબજ ડોલરથી વધુના વ્યવહાર પાર પડયા છે જે આ પ્લેટફોર્મની રચના થઈ ત્યારથી અત્યારસુધીનો કોઈ એક મહિનાનો વિક્રમી આંક છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ઓકટોબરમાં યુપીઆઈ પ્લેટફોર્મ પર રૂપિયા ૧૨.૧૧ ટ્રિલિયનના મૂલ્યના ૭.૩૦ અબજ વ્યવહાર પાર પડયા હતા.