રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે. વડોદરા અને રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 49 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે આજે અને આવતી કાલે વધુ વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો અમરેલી, દીવ અને સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ યથાવત રહેવાની છે.