રાજ્યના 17 જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. 50.000થી વધુ પશુઓ લમ્પી વાયરસનો ભોગ બન્યા છે. જ્યારે 1240 પશુઓ મોતને ભેટ્યા છે. લમ્પી વાયરસને લીધે પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વાયરસને કારણે પશુઓ દુધ આપતા પણ બંધ થઈ ગયા છે. દૂધની ડેરીઓમાં દૂધની રોજિંદી આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે હાલની સ્થિતિએ અત્યાર સુધી કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ થયો હોવાથી અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે.