કોરોનાનો કહેર ગુજરાતમાં દિનપ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદમાં પહેલાની સરખામણીએ કોરોનાનાં કેસ ઓછા થયા છે પણ હજુએ 150થી વધુ કેસ આવતા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાનના ગલ્લાંઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાનના ગલ્લાં પર લોકો પાન-મસાલા થાઈને જાહેરમાં થૂંકતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હોવાથી અમદાવાદ માહનગરપાલિકા દ્વારા મંગળવારે 400 જેટલા પાનના ગલ્લાંને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એક દિવસ અગાઉ જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર ડો. રાજીવ ગુપ્તાએ એક જાહેરનામું બહાર પાડીને માસ્ક વગર ફરતા તેમજ પાન-મસાલા ખાઈને થૂંકનાર શખ્સને રૂ. 500નો દંડ તેમજ પાનની દુકાનના સંચાલકોને રૂ. 10,000નો દંડ કરવાનું જણાવ્યું હતું.