મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડને હજુ સુધી દેશ ભૂલ્યો નથી. દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓ ગત અઠવાડિયે જ સંસદમાં રજૂ કરાયા હતા. આ આંકડાઓથી માહિતી મળી છે કે આખા દેશમાં 2019થી 2021 વચ્ચે 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ હતી.