ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો જોરાદાર રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. છેલ્લા બે દિવસથી ઝડપી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં વહેલી સવારે અને સાંજ બાદ તાપમાન નીચું જતુ રહે છે. ઉત્તર ભારતમાં ફૂંકાતા પવનને કારણે તેના અસર સીધી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે.
સાઈક્લોનિક સરક્યુલેશનની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આ કારણે જ રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10ડીગ્રીએ પહોંચ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. ગુજરાતમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે તેમ હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવ્યુ છે.