કોંગ્રેસમાંથી ધીમે ધીમે સભ્યો ભાજપ તરફ વળી રહ્યા છે. આજે મહેસાણા પાલિકાના કોંગ્રેસના 8 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યો હતો. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતો જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થયું છે. અત્યારે મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકીય લેબોરેટરી માનવામાં આવતું મહેસાણામાં મોટા ફેરફારો થયા છે. હાલ મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે જેમાંથી 29 સભ્યો કોંગ્રેસના સભ્યો છે જ્યારે ભાજપના 15 સભ્યો છે ત્યારે આજે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. જેમાં મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી , મહેશભાઈ પટેલ, અલારખી બેન બેલીમ ,સંજય બ્રહ્મ ભટ્ટ , રમેશભાઈ પટેલ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામ કોર્પોરેટર ભાજપમાં આવવાથી ભાજપની કોર્પોરેટરની સંખ્યા 22 થઇ જેથી મહેસાણા પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાશે.