દેશભરમાં કલંકિત નેતાઓના ભાજપમાં જોડાવા અથવા તેની સાથે હાથ મિલાવવા મુદ્દે હંમેશા વિપક્ષ ભાજપ પર પસ્તાળ પાડતું હોય છે ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન કડકરીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ભાજપનો સાબુ ઈકોફ્રેન્ડલી છે. બીજીબાજુ તેમણે દ્વારકા એક્સપ્રેસ વે પર કેગના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢતા ગડકરીએ દાવો કર્યો હતો કે, આ માર્ગના બાંધકામમાં સરકારને નફો થયો છે.