ભારતીય વાયુ સેના આજે પોતાના 91માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બમરોલી વાયુસેના કેન્દ્રમાં શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું.
હાલમાં પ્રયાગરાજમાં વાયુ સેનાનો એર શો ચાલી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુખોઈથી લઈને તેજસ અને રાફેલ સહિત લગભગ 100 ફાઈટર પ્લેન સાથે ભારતીય યોદ્ધા દમદાર પ્રદર્શન કરી રહ્યા છે.