ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈને AAP પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડવા તૈયાર હોવાનો AAPએ દાવો કર્યો છે.