પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર પાર્ટી સાંસદોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર આજે પણ પ્રાસંગિક છે. આ સાથે જ તેમણે કહ્યું કે સામાજિક જીવનમાં એક નેતા કેવો હોવો જોઈએ, ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેનું પણ ખુબ મોટું ઉદાહરણ છે.
દીનદયાળ ઉપાધ્યાયના સમર્પણથી સારીપેઠે પરિચિત
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણે બધા દીનદયાળજીની પુણ્યતિથિ પર અનેક ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે ભેગા થયા છીએ. પહેલા પણ અનેક અવસરો પર આપણે દીનદયાળજી સંલગ્ન કાર્યક્રમોમાં સામેલ થવાનો, વિચાર રજુ કરવાનો અને આપણા વરિષ્ઠજનોના વિચારો સાંભળવાનો અવસર મળતો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તમે બધાએ દીનદયાળજીને વાંચ્યા પણ છે અને તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતાર્યા પણ છે. આથી તમે બધા તેમના વિચારોથી અને તેમના સમર્પણથી સારીપેઠે પરિચિત છો.