કોર્ટમાં રામમંદિરની ચાલી રહેલી સુનાવણી દરમ્યાન તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજે સવાલ પુછયો હતો કે, શું ભગવાન રામના વંશજ દુનિયામાં છે કે નહી ? જેના જવાબમાં વકીલે કહ્યું હતું કે, ખબર નથી. જોકે, હવે જયપુરના રાજ પરિવારનાં રાજકુમારી અને રાજસસમંદનાં સાંસદ દિયાકુમારીએ દાવો કર્યો છે કે, અમારો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વશંજ છે.તેમણે પોતાના સમર્થનમાં એક પેઢીનામું પણ રજુ કર્યું છે. જેમાં ભગવાન રામના તમામ પૂર્વજોનાં નામ ક્રમવાર લખેલા છે. જેમાં ર૮૯માં વંશજ તરીકે સવાઇ જયસિંહ અને ૩૦૭માં વંશજ તરીકે મહારાજા ભવાની સિંહનું નામ છે.
તેમણે એક ટવીટ કરીને કહ્યું છે કે, ભગવાન રામના વશંજ પુરી દનિયામાં છે. અમારો પરીવાર પણ તેમના પુત્ર કુશનો જ વંશજ છે. આ પહેલાં જયપુરનાં ભુતપૂર્વ રાણી પદ્મિનીદેવીએ પણ પોતાના પરિવારને ભગવાન રામનું વંશજ ગણાવ્યું હતું. તેમનું કહેવુ હતું કે, જયપુરના ભૂતપૂર્વ રાજા અને મારા પતિ ભવાનીસિંહ કુશની ૩૦૭માં પેઢીમાંથી આવે છે. હવે જયારે અદાલતે પુછયું છે ત્યારે અમે સામે આવીને કહી રહ્યા છે કે, હા, અમે ભગવાન રામના વશંજ છીએ. તેના દસ્તાવેજ પણ અમારી પાસે છે. રામમંદિરનું વહેલી તકે સમાધાન થવું જઇએ, ભગવાન રામ તમામની અસ્થાનું પ્રતીક છે.