ભારતે રચ્યો ઈતિહાસ, RRRના નાટુ-નાટુને પણ ઓસ્કાર મળ્યો. ભારતને બીજો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આજ સુધી જે બન્યું નથી તે બન્યું છે. ભારતને તેનો બીજો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. બધાની નજર ઓસ્કારની 95મી આવૃત્તિ પર હતી. આ વખતે ભારતની ત્રણ ફિલ્મોએ અલગ-અલગ કેટેગરીમાં પોતાનો દાવો રજૂ કર્યો હતો. જેમાંથી બે ફિલ્મો ઓસ્કાર જીતી ચૂકી છે. ભારતીય ફિલ્મ RRR ના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં RRRનું ગીત નાટુ નાટુ જીત્યું છે. ઓસ્કાર એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે સાઉથ મૂવી આરઆરઆરએ ઈતિહાસ રચ્યો છે.