ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં સ્ટેજ અને સ્ક્રીન પર તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉનટન એબી સુધીની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે. મેગી સ્મિથે 1969ની ફિલ્મ 'ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી' માટે ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો.